ચૈત્રી નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજી મંદિરે રંગબેરંગી લાઇટોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

ભટ્ટજી મહારાજ દ્વારા રોજ આરતી કરાય છે. એક ગર્ભગૃહની અંદર, જયારે બીજી આરતી જવેરાની થાય છે.

જુનાગઢનાં નુનારડા ગામે ચોરાયું માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં, ગ્રામજનો ગરબા કરી ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરે છે.

નવરાત્રિમાં ગ્રામજનો રાસ ગરબાનું પણ આયોજન કરે છે. આઠમ સુધી સાજીંદા વાજિંદા સાથે પ્રાચીન ગરબા કરાય છે. 

ગામની મહિલાઓ અને પુરુષો દ્વારા રાસ ગરબા કરીને માતાજીની ભક્તિ અને આરાધના કરવામાં આવે છે.

વડોદરાના કારેલીબાગમાં બેચરાજી મંદિરે ચોથા નોરતે માતા બહુચરની વિશેષ પૂજા કરવામાં આવી હતી.

અમદાવાદના સતીધામ મંદિરમાં વિશેષ પૂજા કરાઈ હતી. સાથે જ કેસરી રંગનો વિશેષ શણગાર પણ કરાયો હતો.

સુરતમાં સુપ્રસિદ્ધ અને 55 વર્ષ જૂના એવા અંબિકા-નિકેતન મંદિરમાં મા અંબાજીને સુંદર શણગાર અને પૂજા કરાઈ હતી. 

વહેલી સવારથી માઈભક્તોનું ઘોડાપુર ઊમટી પડ્યું હતું. મા અંબાનાં દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.