લોકો ઘણીવાર પાચન સમસ્યાઓની ફરિયાદ કરતાં હોય છે

આ સમસ્યાનું કારણ પેટનું ખરાબ સ્વાસ્થ્ય હોઈ શકે છે

આંતરડામાં રહેલા સારા અને ખરાબ બેક્ટેરિયાની સ્થિતિને ગટ હેલ્થ કહેવાય છે

જો તમે આંતરડાનું સારું સ્વાસ્થ્ય જાળવવા માંગો છો, તો તમે તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો

સૂકા આદુને આયુર્વેદમાં 'વિશ્વભેષજ' તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ લગભગ તમામ પાચન વિકૃતિઓમાં થાય છે

છાશને અમૃત સમાન માનવામાં આવે છે. તે પચવામાં સરળ છે અને તે વધારાના કફ અને વાતને સંતુલિત કરે છે

 ગાયનું ઘી સરળતાથી મળી રહે છે, તે દરેક રોગ સામે  ફાયદાકારક માનવામાં આવે છે

મિશ્રીએ ખાંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે, આંતરડાની સમસ્યાઓ માટે મિશ્રીનો ઉપયોગ કરવો સારું માનવામાં આવે છે

CCF ચા જીરું, ધાણા અને વરિયાળીનું મિશ્રણ છે અને તે પેટની સમસ્યાને લઈને પીરિયડ ક્રેમ્પ્સ સુધીની તમામ આંતરડાની સમસ્યાઓનો ઉપચાર કરે છે