ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્રના ઝાઈમાં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરાઈ હતી. 

શિવરાત્રી નિમિત્તે લોકો દર વર્ષે ઝાઈમાં દરિયા કિનારે રેતીના શિવલિંગની સ્થાપના કરે છે.  

વિવિધ થીમ પર શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. 

આ વર્ષે પણ શિવરાત્રી નિમિત્તે દરિયા કિનારે અલગ અલગ થીમ સાથે લોકો રેતીથી શિવલિંગ બનાવી હતી.

નાના બાળકો અને વડીલોએ સાથે મળીને વિવિધ સ્વરૂપે શિવલિંગ બનાવી પૂજા કરી હતી. 

દર વર્ષે આ પ્રકારે લોકો દરિયા કિનારે શિવલિંગ બનાવી શિવરાત્રીની ઉજવણી કરતા હોય છે. 

આ શિવલિંગને સ્વયંમ સમુદ્ર દેવ પણ અભિષેક કરતા હોય તેવી માન્યતા છે. 

દરિયા કિનારાના વિવિધ શિવલિંગ પ્રત્યે લોકોની વિશેષ શ્રદ્ધા છે.