જુનાગઢ ભવનાથ ખાતે મહાશિવરાત્રિ મેળામાં સાધુ-સંતોએ ધૂણી ધખાવી છે. 

ભવનાથ ખાતે ભભૂતધારી સાધુ-સંતો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 

ભવનાથ ખાતે અર્ધ નિર્વસ્ત્ર બાવા-સાધુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. 

અન્ય એક સાધુ મહાત્મા ટોપી અને ચશ્મા સાથે જોવા મળ્યા હતા. 

ભવનાથ મેળામાં આવેલા એક સાધુએ તો રુદ્રાક્ષને જ પોતાનો પહેરવેશ બનાવ્યો છે. 

લોકો સાધુ-સંતોનો આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યા છે. 

ભવનાથ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળેનાથના દર્શન કરવા પહોંચ્યા છે. 

હર હર ભોલે, બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદથી ભવનાથ તળેટી ગૂંજી ઊઠી છે.