આપણા દેશનું ચલણ RBI દ્વારા નિયંત્રિત છે.

RBI નોટ અને સિક્કા બંને રજૂ કરે છે.

તમે જોયું જ હશે કે RBI ના ગવર્નર ભારતની નોટો પર પોતાની સહી કરે છે.

પરંતુ એક નોટ એવી છે કે જેના પર RBI ગવર્નર પોતાની સહી નથી કરી શકતા.

તમને જણાવી દઈએ કે, RBI ગવર્નર 1 રૂપિયાની નોટ પર પોતાની સહી કરી શકતા નથી.

આવું એટલે કે, RBI દ્વારા 1 રૂપિયાની નોટ જારી કરવામાં આવી નથી.

સવાલ એ છે કે, 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે અને તેના પર કોની સહી છે?

1 રૂપિયાની નોટ નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે.

આ નોટ પર નાણાં સચિવની સહી છે.

તમને જણાવી દઈએ કે, 1 રૂપિયાની નોટ પર RBI ના બદલે ભારત સરકાર લખેલું છે.