આ ભારતીય ખેલાડી T20 વર્લ્ડ કપમાં USA તરફથી રમશે,  બનાવી ચુક્યો છે શાનદાર રેકોર્ડ

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે USA ટીમની જાહેરાત કરવામાં આવી

ભારતીય સ્થાનિક ક્રિકેટનો જાણીતા ચહેરા મિલિંદ કુમારને 15 સભ્યોની અમેરિકન ટીમમાં જગ્યા મળી

મિલિંદે 2018-19ની રણજી સિઝનમાં સિક્કિમ માટે 121ની એવરેજથી 1331 રન બનાવ્યા હતા

રણજી ટ્રોફીની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે મિલિંદ ત્રીજા સ્થાને છે

આ મામલે માત્ર VVS લક્ષ્મણ (1415) અને રાહુલ દલાલ (1340) જ તેનાથી આગળ છે

મિલિંદે દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ટેક્સાસ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે

મિલિંદ કુમારે આ વર્ષે કેનેડા સામેની મેચમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો

મિલિંદે અત્યાર સુધીમાં 46 ફર્સ્ટ ક્લાસ, 65 લિસ્ટ-એ અને 61 T20 મેચ રમી છે

તેણે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2988 રન, લિસ્ટ-Aમાં 2023 રન અને ટી20 મેચોમાં 1196 રન બનાવ્યા હતા