ભારતમાં હાલ અલગ અલગ તબક્કામાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. 

ગુજરાત સહિત 12 રાજ્યોમાં ગઈકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું. 

આપણે વોટિંગ કરવા જઈએ છીએ ત્યારે આંગળી પર સ્યાહી લગાવવામાં આવે છે.

ભારતમાં વોટિંગ સમયે ડાબા હાથની પહેલી આંગળી પર આ સ્યાહી લગાવાય છે.

પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં અલગ રીતે સ્યાહી લગાવવામાં આવે છે.

પાકિસ્તાનમાં વોટિંગ કર્યા બાદ મતદારોના અંગૂઠા પર સ્યાહી લગાવાય છે. 

આ સ્યાહીને ઇલેક્શન ઇંક અથવા ઇંડેલિબલ ઇંક કહેવામાં આવે છે. 

પાકિસ્તાનમાં કહેવાય છે કે આ સ્યાહી 72 કલાક સુધી ભૂંસાતી નથી