22 એપ્રિલે દુનિયાભરમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે

પર્યાવરણની સુરક્ષા માટે આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે

શું તમે જાણો છો પૃથ્વીનું નામ કોના પરથી રાખવામાં આવ્યું છે?

તો ચાલો જાણીએ પૃથ્વીના કેટલા અને કયા કયા નામો છે?

તમને જણાવી દઈએ કે, પૃથ્વી અથવા પૃથિવી એક સંસ્કૃત શબ્દ છે

પૃથ્વી શબ્દનો અર્થ ‘એક વિશાળ ધરા’ એવો થાય છે

મહારાજા પૃથુના નામ પરથી પૃથ્વી નામ રાખવામાં આવેલ છે

ધરા, ભૂમિ, ધરિત્રી, રસા અને રત્નગર્ભા પણ પૃથ્વીના બીજા નામ છે

આપણી આ પૃથ્વીનું નિર્માણ 4.6 અરબ વર્ષ પહેલા થયું હતું

પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ છે જ્યા જીવન છે