સુરત જિલ્લાના માંગરોળમાં હચમચાવે એવી ઘટનાનાં દ્રશ્યો સામે આવ્યા છે.
નિષ્ઠુર જનેતાએ કાળજાના કટકા સમાન પોતાનાં નવજાત શિશુને ત્યજી દીધું હતું.
માંગરોળનાં મોટા બોરસરા ગામે એક ખેતરમાંથી નવજાત બાળક મળ્યું આવ્યું હતું.
બાળકનો રડવાનો અવાજ આવતા કેટલાક સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા.
સ્થાનિકો દ્વારા 108 ઇમરજન્સી સેવાની ટીમને આ અંગે જાણ કરાઈ હતી.
108 ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરી હતી.
કોથળામાં બાંધેલી હાલતમાં માસૂમ મળી આવ્યું હતું, બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયું છે.
આ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરાઈ છે, પોલીસે કળયુગી માતાની શોધ આદરી છે.