અમદાવાદનાં વટવા વિસ્તારમાં યુવકની જાહરેમાં છરી મારી હત્યા કરવામાં આવી છે.
ફરિયાદ અનુસાર, લાલ દરવાજા ખાતે રિક્ષા પાર્કિંગ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ.
30 વર્ષીય જાવેદ સલીમ પટેલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
રિક્ષા પાર્કિંગ બાબતે જાવેદ પટેલની મુખ્ય આરોપી ઝમીર કાસમ શેખ સાથે માથાકૂટ થઈ હતી.
ઝઘડાની અદાવત રાખી વસંત ગજેન્દ્ર ગડકરનગર ચાર માળીયા પાસે જાવેદની છરી મારી હત્યા કરાઈ.
આ મામલે જમીર અને જાફર કાસમભાઈ શેખ, કાસમભાઈ શેખ અને રશીદાબાનુ શેખની ધરપકડ થઈ છે.
વટવા પોલીસની તપાસ અનુસાર ધરપકડ કરાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
અગાઉ પણ તેઓ હથિયારધારનાં ભંગ બદલ અને મારામારીનાં ગુનામાં પકડાયા હતા.