અમદાવાદની સાબરમતી નદીમાં ગેરકાયદે ખનનનો ગુજરાત ફર્સ્ટ દ્વારા પર્દાફાશ કરાયો છે.

સાબરમતી નદીમાં ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસરનો બ્રિજ પણ બનાવવામાં આવ્યો હતો.

નદીમાં પાલડી કાંકજ અને કાસીન્દ્રા વચ્ચેનાં ભાગે ગેરકાયેદસરનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો.

ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી તો ખનન માફિયાઓ પોતાનાં વાહન લઈ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. 

ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની હવે ધારદાર અસર જોવા મળી છે અને સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે. 

સાબરમતી નદીમાં બનાવેલા ગેરકાયેદસરનાં બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે.

સાબરમતી નદીમાં ખનન અંગે ગુજરાત ફર્સ્ટનાં અહેવાલનાં પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. 

ગાંધીનગરમાં ખાણ-ખનીજ વિભાગને આ કૌભાંડ ધ્યાને આવતા તપાસનાં આદેશ કર્યા છે. 

ફરી એકવાર ગુજરાત ફર્સ્ટે પોતાની જવાબદારી નીભાવી છે રેતી માફિયાઓનાં મનસૂબા પર પાણી ફેરવ્યું છે.

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home