વર્ષમાં 8 મહિના તો પાણીમાં ડૂબેલું હોય છે આ મંદિર 

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું છે રહસ્યમયી મંદિર 'બાથુ કી લડી'

'બાથુ કી લડી'ના દર્શન માત્ર 4 મહિના માટે જ થઇ શકે છે

કાંગડાના મહારાણા પ્રતાપ સરોવરના એક ટાપુ પર સ્થિત 'બાથુ કી લડી' વર્ષના 8 મહિના પાણીમાં ડૂબી રહે છે

'બાથુ કી લડી' આઠ નાના નાના મંદિરોની એક શ્રેણી છે, ઘણા શ્રદ્ધાળુઓ આ મંદિરને મહાભારત કાળ સાથે સાંકળે છે

'બાથુ કી લડી' મંદિર જુલાઈથી ફેબ્રુઆરી સુધી પાણીની નીચે રહે છે. સરોવરનું પાણી ઓછુ થયા બાદ આ મંદિર માર્ચથી જૂન સુધી સંપૂર્ણ રીતે દેખાય છે

'બાથુ કી લડી'ના મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં એક શિવલિંગ છે, જ્યારે પ્રવેશદ્વાર પર ભગવાન ગણેશ અને મા કાલીની મૂર્તિઓ છે. આ મંદિરના દર્શન કરવા લોકો માછીમારોની બોટમાં જાય છે

દર વર્ષે 8 મહિના જળ સમાધિ છત્તા પણ આ મંદિરની રચના પર કોઈ પ્રકારની અસર જોવા મળતી નથી

આ મંદિર બાથુ નામના શક્તિશાળી પથ્થરથી બનેલું છે, જે પાણીમાં ડૂબી ગયા પછી પણ બગડતો નથી

આ મંદિરની આસપાસ એક ટાપુ જેવું માળખું છે, જેને રેન્સર કહેવામાં આવે છે. આ મંદિરના દર્શન કરવા માટે કાંગડાથી જવાલી અથવા ધમેતા ગામ સુધી ટેક્સી દ્વારા જવું પડે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home