બોટાદ જિલ્લાના રાણપુરનાં ગોધાવટા કોઝવેમાં ગઈકાલે કાર તણાઈ હતી.
ઘટનાનાં 16 કલાક બાદ કારમાં સવાર સ્વામીનો મૃતદેહ મળ્યો છે.
સાળંગપુર BAPS મંદિરનાં શાંતિ ચરિતસ્વામીનું આ દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થયું છે.
ગત મોડી રાતે રાણપુરનાં ગોધાવટાનાં કોઝવેમાં એક કાર તણાઈ હતી.
ઘટના સમય આ કારમાં 7 લોકો સવાર હતા, જે પૈકી 4 લોકોનો બચાવ થયો હતો.
આ ઘટનામાં 2 લોકોનાં મૃત્યુ થયા હતા. જ્યારે શાંતિ ચરિતસ્વામી લાપતા હતા.
NDRF ની ટીમે 16 કલાકની ભારે જહેમત કરી સ્વામીનો મૃતદેહ શોધી કાઢ્યો.
કાર તણાઈ જવાની આ ગોઝારી દુર્ઘટનામાં સ્વામી સહિત 3 લોકોનાં મોત નીપજ્યા છે.