ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગો ધરાવતું રાજ્ય બન્યું છે.
યોગ બોર્ડે 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા.
રાજ્યમાં હાલ 4,985 થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગો કાર્યરત ,દરરોજ 4 થી 5 લાખ લોકો યોગાભ્યાસ કરે છે.
વર્ષ 2026 માં યોજાયેલી 763 યોગ શિબિરોમાં 8.04 લાખથી વધુ નાગરિકોએ ભાગ લીધો.
"નિરામય ગુજરાત" અને "મેદસ્વિતા મુક્ત ગુજરાત" જેવા વિશેષ અભિયાનો દ્વારા યોગને જીવનશૈલીનો ભાગ બનાવાયો.