પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. 

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને પંજાબનાં અનેક વિસ્તારમાં ડ્રોન-મિસાઇલ હુમલા કર્યા.

ભારતે પણ વળતો જવાબ આપીને પાક.નાં લાહોરમાં HQ-9 એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી છે.

ભારતે આ કાર્યવાહીમાં જે ડ્રોનનો ઉપયોગ કર્યો તેનો ઉપયોગ ઇઝરાયલ પણ દુશ્મનો સામે કરે છે. 

આ ડ્રોન ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI) દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. 

લાંબા સમય સુધી હવામાં ટકી રહેવાનાં કારણે Harop ડ્રોનને "લોઇટરિંગ મ્યુનિશન" પણ કહેવાય છે. 

Harop ડ્રોન લક્ષ્યને શોધી તેના પર હુમલો કરે છે. તેને જમીન કે સમુદ્રથી લોન્ચ કરી શકાય છે. 

આ ડ્રોન ટેન્ક, રડાર સ્ટેશન, હવાઈ સંરક્ષણ પ્રણાલી, કમાન્ડ સેન્ટર, સપ્લાય ડેપોને નિશાન બનાવે છે.

Harop ડ્રોન લગભગ 9 કલાક સુધી હવામાં રહી શકે છે. તેની રેન્જ આશરે 200 કિમી સુધીની છે.

ભારતે ઇઝરાયલ પાસેથી $2.9 બિલિયનના લશ્કરી હાર્ડવેર ખરીદ્યા છે, જેમાં હારોપ ડ્રોનનો પણ સામેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home