ભારતના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીએ સ્ટુડન્ટ્સને આપ્યા આ પાંચ મંત્ર  

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગાંધીનગરની પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં સ્નાતક વિદ્યાર્થીઓને આપ્યા હતા પાંચ મંત્ર 

તમારા જુસ્સાને ઓળખો અને તેની પાછળ જ તમારી ઉર્જા લગાવી દો. જો આવું કરશો તો તે કાર્યથી તમને ખુશી મળશે અને પડકારોને આસાનીથી ઝીલી શકશો

બદલાતી દુનિયામાં હંમેશા નવી વસ્તુઓ શીખવા માટે પ્રતિબદ્ધ રહો. તે આપણા અસ્તિત્વ અને સફળતા માટે જરૂરી છે

નોલેજ શેયર કરવાની આદત પાડો અને બીજાને આગળ વધારવામાં મદદ કરો. આ પરસ્પર વિકાસ અને પ્રગતિ માટે ખૂબ જરૂરી છે

પરસ્પર આદર અને વિશ્વાસના આધારે સંબંધો વિકસાવો. સાચા સંબંધો વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતાનો પાયો છે

કુટુંબ સાથે સંબંધોને મજબૂત કરો. કુટુંબ જીવનનો હેતુ બતાવે છે અને એક સાચી દિશા આપે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home