મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે સાબરમતી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ.
આ પુલ જમીનથી આશરે 36 મીટર ઊંચો છે, એટલે કે લગભગ 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે.
પુલમાં કુલ 8 સર્ક્યુલર પિયર્સ છે. નદીના પ્રવાહમાં ઓછામાં ઓછો અવરોધ રહે તે રીતે પિયર્સની વ્યૂહાત્મક ગોઠવણી કરાઈ છે.
પુલમાં 76 મીટરના 5 અને 50 મીટરના 2 સ્પાન છે. દરેક સ્પાનમાં 23 સેગમેન્ટનું ઇન-સિટુ કાસ્ટિંગ કરવામાં આવ્યું છે.
પુલનું બાંધકામ Balanced Cantilever Method થી કરાયું. આ પદ્ધતિથી નદીના પટમાં પરંપરાગત સ્કેફોલ્ડિંગ વિના લાંબા સ્પાન તૈયાર કરી શકાય છે.
બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 25 નદી પુલ છે. ગુજરાતના 21માંથી 18 નદી પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.