ગુજરાતની આ યુનિવર્સિટીનો વૈશ્વિક ડંકો! 96 દેશોના પ્રતિનિધિઓને આપી તાલીમ 

ગાંધીનગર સ્થિત NFSU આજે વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનીને દુનિયાના 96 દેશોના પ્રતિનિધિઓને તાલીમ આપી રહી છે.

સ્થાપનાના ટૂંકા ગાળામાં જ 'ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ'નો દરજ્જો મેળવનાર NFSU ના આજે દેશ-વિદેશમાં કુલ 13 કેમ્પસ કાર્યરત છે.

ગુનાની વૈજ્ઞાનિક તપાસ માટે દેશના 17 રાજ્યોમાં NFSU ની 300 થી વધુ અત્યાધુનિક મોબાઈલ ફોરેન્સિક વાન સેવારત છે.


NFSU દ્વારા વિકસિત 20થી વધુ ફોરેન્સિક પ્રોડક્ટ્સની આજે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નિકાસ થઈ રહી છે, જે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરે છે.

DNA પ્રોફાઇલિંગથી લઈને સ્પોર્ટ્સ સાયન્સ અને ડીપ ફેક જેવી સમસ્યાઓના ઉકેલ માટે NFSU અત્યાધુનિક સંશોધનો કરી રહ્યું છે.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home