દેશની 15 જગ્યાઓ પર હુમલાનાં પાકિસ્તાનનાં પ્રયાસોને ભારતે નિષ્ફળ બનાવ્યા છે.
ભારતીય વાયુસેના અને S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા પાક.ના પ્રયાસો ધ્વસ્ત થાય છે.
S-400 અંગે વાત કરીએ તો ભારતને રશિયા તરફથી આ સિસ્ટમ મળી છે.
S-400 ને ટ્રન્સપોર્ટ ઈપેરક્ટર લોન્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે.
S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી ગાઈડન્સ રડાર મિસાઈલને ટાર્ગેટ માટે ગાઈડ કરે છે.
આ એર ડિફેન્સ સિસ્ટમ 400-600 કિમીનાં અંતરથી મલ્ટીપલ ટાર્ગેટ શોધી કાઢે છે.
ઓર્ડર મળ્યાની 5 થી 10 મિનિટમાં જ તે ઓપરેશન માટે તૈયાર થઈ જાય છે.
S-400 ના એક યુનિટમાંથી 160 જેટલા ઑબ્જેક્ટને એકસાથે ટ્રેક કરી શકાય છે.
એક ટાર્ગેટ માટે 2 મિસાઈલ ઝીંકી શકાય છે. દુશ્મનો તેને સરળતાથી ડિટેક્ટ કરી શકતા નથી.
આ એર ડિફેન્સ સિસ્ટમ 30 કિમીની ઉંચાઈથી પોતાનાં ટાર્ગેટ પર હુમલો કરી શકે છે.