This browser does not support the video element.
બોટાદમાં ચોમાસાની શરૂઆતમાં જ પૂરની સ્થિતિ સર્જાઈ. જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી છે.
This browser does not support the video element.
બોટાદનાં માલણપુરમાં પાણી ભરાતાં કાર તણાઈ હતી. ઘટનાનો વીડિયો વાઇરલ થયો.
લાઠીદડ-સાગાવદર ગામે પાણીમાં કાર તણાઈ જતાં બે મહિલાનાં મોત. 5 લોકોની ભાળ મળી નથી.
જિલ્લાનાં બરવાળા પંથકમાં સતત વરસાદનાં કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. પાકને નુકસાન પહોંચ્યું છે.
બોટાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાનો ગુંદા ડેમ ઓવરફ્લો થતાં 2 દરવાજા 0.30 મીટર ખોલાયા છે.
ભારે વરસાદ બાદ બોટાદનું કૃષ્ણસાગર તળાવ પણ ઓવરફ્લો થયું છે.
જ્યારે બરવાળામાં વાઢેળા-નાવડા રોડ પરનો પુલ તૂટી પડતા લોકોને હાલાકી થઈ છે.
This browser does not support the video element.
બોટાદનાં ખાંભડા ગામે પાણીનાં પ્રવાહમાં ન્હાવાની મજા લેતા યુવાનોનો વીડિયો વાઇરલ થયો છે.