સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર સાથે સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો.

દાદાને દિવ્ય જરદોશી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા.

દાદાના શિરે ચાંદીનો મુગટ શોભાયમાન હતો.

મંદિરના ગર્ભગૃહને જૂઈ અને ગુલાબના મિક્સ ફૂલો વડે કલાત્મક શણગાર કરવામાં આવ્યો હતો.


દાદાને પ્રસાદ રૂપે સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

આ દિવ્ય શણગારનું આયોજન શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું.


સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.

સવારે 07:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

મંદિર પરિસરમાં વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

દાદાના આ નયનરમ્ય સ્વરૂપના દર્શન કરીને હજારો ભક્તો ધન્યતા અનુભવી.

માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા સુરતના જંગલોમાં છોડવામાં આવ્યા 50 ચિત્તલ

રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખ ઔષધીય રોપાનું વિના મૂલ્યે વિતરણ

જાણો ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ?

Gujaratfirst.com Home