આ 10 દેશો પાસે છે
'કાળા સોના'નો ભંડાર,
વેનેઝુએલા પાસે તો અધધધ...!
એક રિપોર્ટ પ્રમાણે કાળું સોનુ કે જેને કાચું તેલ કહેવામાં આવે છે તેનો સૌથી મોટો ભંડાર છે વેનેઝુએલા પાસે. વેનેઝુએલા પાસે 303.22 અરબ બેરલ ઓઇલ રિઝર્વ છે
.
વિશ્વનો બીજો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે સાઉદી અરબ. આ ખાડી દેશ પાસે 267.19 અરબ બેરલ ઓઇલનો ભંડાર છે
ઈરાન પણ વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદકો દેશમાંથી એક છે. જેની પાસે 208.60 અરબ બેરલ તેલનો ભંડાર છે
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની ઉત્તરમાં આવેલો દેશ કેનેડા વિશ્વમાં ચોથા નંબરનો સૌથી મોટો તેલ ભંડાર ધરાવે છે. કેનેડા પાસે 163.63 અરબ બેરલ તેલનો ભંડાર છે
સૌથી વધુ તેલ ભંડાર ધરાવતા દેશોમાં ઈરાક પાંચમા ક્રમે છે. ઈરાક પાસે 145.02 અરબ બેરલ તેલનો ભંડાર છે
સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE પાસે 113 એરબ બેરલ તેલનો ભંડાર છે અને તે વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ તેલ ભંડાર ધરાવતો દેશ છે
સૌથી વધુ તેલ ભંડાર ધરાવતા દેશોની યાદીમાં ખાડી દેશ કુવૈત સાતમાં સ્થાને છે. કુવૈત પાસે 101.50 અરબ બેરલ તેલનો ભંડાર છે
રશિયા પાસે 80 અરબ બેરલ તેલનો ભંડાર છે અને તે સૌથી વધુ તેલ ભંડાર ધરાવતા દેશોની યાદીમાં આઠમાં સ્થાને છે
વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશ એવા અમેરિકા પાસે પણ મોટા પ્રમાણમાં તેલનો ભંડાર છે. 55.25 અરબ બેરલ તેલ ભંડાર સાથે અમેરિકા વિશ્વનો નવમો સૌથી મોટો તેલ ભંડાર ધરાવતો દેશ છે
સૌથી વધુ તેલ ભંડાર ધરાવતા દેશોની યાદીમાં લિબિયા 10માં સ્થાને છે. તેની પાસે 48.36 અરબ બેરલ તેલનો ભંડાર છે.