મહાદેવના 12 જ્યોતિર્લિંગના કરો દર્શન
સોમનાથ, ગુજરાત
સોમનાથને પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અરબી સમુદ્રના કિનારે આવેલું ભવ્ય મંદિર છે.
મલ્લિકાર્જુન, આંધ્ર પ્રદેશ
આ જ્યોતિર્લિંગ શ્રીશૈલમ પર્વત પર સ્થિત છે. તેને દક્ષિણનો કૈલાશ પણ કહેવામાં આવે છે.
મહાકાલેશ્વર, મધ્યપ્રદેશ
ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિર તેની ભસ્મ આરતી માટે પ્રખ્યાત છે. એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે.
ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ
નર્મદા નદીના કિનારે આવેલું મંદિર ઓમકાર આકારના ટાપુ પર બનેલું છે. કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક વાતાવરણ છે.
કેદારનાથ, ઉત્તરાખંડ
હિમાલયની ગોદમાં આવેલું કેદારનાથ ધામ ખૂબ જ પવિત્ર અને મુલાકાત લેવા માટે મુશ્કેલ સ્થળ છે. ચારધામ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ.
ભીમાશંકર, મહારાષ્ટ્ર
સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું ભીમાશંકર જ્યોતિર્લિંગ પુણેથી લગભગ 100 કિલોમીટર દૂર છે.
કાશી વિશ્વનાથ, ઉત્તરપ્રદેશ
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર જે મોક્ષ આપે છે. ગંગા કિનારે સ્થિત અને ખૂબ જ પ્રાચીન છે.
ત્ર્યંબકેશ્વર, મહારાષ્ટ્ર
ગોદાવરી નદીના ઉદ્ગમ સ્થાન પાસે આવેલું છે. ત્રણ મુખવાળું શિવલિંગ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) ની પૂજા કરવામાં આવે છે.
બૈદ્યનાથ જ્યોતિર્લિંગ, ઝારખંડ
ઝારખંડના દેવઘરમાં આ પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક છે. શ્રાવણ મહિનામાં ખાસ કાવડ યાત્રા થાય છે.
નાગેશ્વર, ગુજરાત
દ્વારકા નજીક નાગેશ્વર જ્યોતિર્લિંગ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અહીં શિવજીની વિશાળ પ્રતિમા છે.
રામેશ્વરમ, તમિલનાડુ
આ જ્યોતિર્લિંગ દરિયા કિનારાની નજીક છે. ભવ્ય દ્રવિડ સ્થાપત્ય, વિશાળ કોરિડોર માટે પ્રખ્યાત છે.
ઘૃષ્ણેશ્વર, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના વેરુલ ગામમાં સ્થિત છે. એલોરા ગુફાઓ પાસે આવેલું છે.