અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશ ચાલી રહી છે.
આજે મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીના દર્શન કરી ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.
ભક્તો થકી ભજન-કિર્તન કરી ભગવાનને વિવિધ મનોરથ પીરસવામાં આવી રહ્યા છે.
આજે ભગવાનને આભૂષણથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો.
આ વખતે મોસાળું દર્શનનો સમય પણ ભક્તો માટે વધારવામાં આવ્યો છે.
22 મીએ ભગવાનનું મોસાળું સવારે 11 થી સાંજે 8 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું મૂકાશે.
સરસપુર રણછોડરાય મંદિરમાં દરરોજ સવારથી સાંજ ભજન-કીર્તન કાર્યક્રમ યોજાય છે.
જમાલુપર મંદિરમાં સુર સંગમ ભજન મંડળીની મહિલાઓ ભક્તિમાં તરબોળ થઈ હતી.
સુર સંગમ ભજન મંડળની 30 મહિલાઓ દ્વારા દર વર્ષે રથયાત્રા નિમિત્તે ભજન આરાધના કરે છે.