હિન્દુ ધર્મમાં શિવલિંગના 5 પ્રકાર વર્ણવવામાં આવ્યા છે
ભગવાન શંકર પ્રસન્ન થાય ત્યારે ધરતીમાંથી સ્વયંભૂ શિવલિંગ આપણને પ્રાપ્ત થાય છે
પત્રમાં કે પાંદડામાં શિવલિંગની પરિકલ્પનાથી બિંદુ લિંગ બનાવવામાં આવે છે
રાજા-મહારાજાઓ દ્વારા શિવલિંગની સ્થાપના કરાવવામાં આવે તેને સ્થાપિત લિંગ કહેવામાં આવે છે
કોઈ કુદરતી પદાર્થ શિવલિંગ જેવો આભાસ ઉત્પન્ન કરે ત્યારે તેને ચર લિંગ કહેવામાં આવે છે
ગુરુના સાવત્રિક અર્થમાં જ્યાં શિવલિંગની સંકલ્પના કરવામાં આવે ત્યારે ગુરુ લિંગ રચાય છે
શિવલિંગના દરેક પ્રકારની પૂજા-અર્ચનાનું ફળ સાક્ષાત મહાદેવજીની પૂજા-અર્ચના જેટલું મળે છે