રજનીકાંતની ફિલ્મ 'Coolie' નું ટ્રેલર રિલીઝ
2 ઓગસ્ટ 2025ના રોજ 3 મિનિટ 22 સેકન્ડનું ટ્રેલર જાહેર થતાં જ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો
આમિર ખાનનો 'Coolie' માં લૂક ચાહકો માટે આશ્ચર્યજનક રહ્યો, અને ઘણા દર્શકો માને છે કે સાઉથ સિનેમા એ કર્યુ છે જે બોલિવૂડ કરી ન શક્યું.
ટ્રેલરમાં તેમનો રફ એન્ડ ટફ લૂક, જમણા હાથ પર ટેટૂ જોવા મળ્યો છે, જે ખૂબ આકર્ષક દેખાય છે.
લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત આ એક્શન ડ્રામા ફિલ્મમાં રજનીકાંતનો મજબૂત રોલ લાગી રહ્યો છે.
ચેન્નાઈમાં યોજાયેલી ઇવેન્ટ દરમિયાન આમિર ખાનની અચાનક એન્ટ્રીએ શ્રોતાઓને ચોકાવી દીધા.
આ ફિલ્મ ઋત્વિક રોશન અને જુનિયર NTRની ‘વોર 2’ સાથે બોક્સ ઓફિસ પર મુકાબલો કરશે.
'Coolie' માટે દર્શકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફિલ્મના રિલીઝ માટે રાહ જોવાઈ રહી છે.