અભિષેક શર્માનો અનોખો કારનામો!
ICC T20 રેન્કિંગમાં ભારતના નવા સ્ટારનો ઉદય
ભારતના 4 બેટ્સમેન, જે T20I માં બન્યા વિશ્વના નંબર 1
ICC એ T20 બેટ્સમેનની તાજા રેટિંગ જાહેર કરી છે, જેમા અભિષેક શર્મા નંબર 1 બની ગયા છે.
ICC T20I રેકિંગમાં ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને પાછળ છોડી અભિષેક શર્મા નંબર 1 બન્યા છે. હેડ હવે બીજા નંબર પર પહોંચ્યા છે.
ICC T20I બેટ્સમેન રેન્કિંગમાં નંબર 1 બનનાર અભિષેક શર્મા ચોથો ભારતીય છે. તે 829 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 બન્યો છે.
અભિષેક શર્માએ 15 રેટિંગ પોઈન્ટ સાથે ટ્રેવિસ હેડને પાછળ છોડી દીધો છે.
અભિષેક શર્મા પહેલા, ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ICC રેન્કિંગમાં નંબર 1 બન્યા હતા.
ગૌતમ ગંભીર પણ T20 બેટ્સમેનોની રેન્કિંગમાં નંબર 1 રહી ચુક્યા છે.
વિરાટ કોહલી T20 રેન્કિંગમાં પણ નંબર 1 બેટ્સમેન રહી ચુક્યો છે.