અમદાવાદની સોલા પોલીસે એવા આરોપીની ધરપકડ કરી છે જેની કરતૂત અંગે જાણી ચોંકી જશો!

જામનગરમાં 9 માસથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપી HC માં નકલી સરકારી વકીલ બની ગયો.

ચાંદલોડિયામાં રહેતી પરિણીતાનો પતિ 18 મહિનાથી આરોપી તરીકે પોલીસ કસ્ટડીમાં છે.  

નીચલી કોર્ટથી પતિને જામીન ન મળતા મહિલાએ HC માં અરજી કરી હતી.

ત્યારે આરોપી યુવક નકલી સરકારી વકીલ બનીને મહિલાને મળ્યો અને રૂ.75 હજાર માગ્યા હતા.

આરોપીએ મહિલાને જામીનમાં મદદ કરવાની અને ધારદાર દલીલો ન કરવાની વાત કરી હતી.

આરોપી જ્યારે વકીલના પહેરવેશમાં મહિલાને મળ્યો ત્યારે તેણીને શંકા થઈ. 

મહિલાએ ખાનગી વકીલને વાત કરતા શખ્સ નકલી સરકારી વકીલ હોવાનો ઘટસ્ફોટ થયો.

સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા નકલી સરકારી વકીલની ઘરપકડ થઈ.

આરોપીનું નામ મયંક સંઘાણી અને 2016 માં મિત્ર કિરણ થડેશ્વરની હત્યા કરી હોવાનું ખુલ્યું.

જામનગર પોલીસનાં ચોપડે ચડેલો મયંક સંઘાણીએ ગત વર્ષે પેરોલ મેળવ્યા હતા. 

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

Gujaratfirst.com Home