રક્ષાબંધન પૂર્વે બજારમાં રાખડીઓની ધૂમ ખરીદી જોવા મળી રહી છે
બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળી રહી છે
જેમાં રુદ્રાક્ષ, સ્ટોન, સુખડ, મોતી, કાર્ટૂન, લાઈટ વાળી રાખડીઓનો સમાવેશ થાય છે
મિનિમલ ડિઝાઈનવાળી ટ્રેન્ડી રાખડીઓની પણ મોટા પાયે ખરીદી થઈ રહી છે
આ સિવાય સોના અને ચાંદીની રાખડીઓની પણ બજારમાં માંગ જોવા મળી રહી છે
બજારમાં 10 થી લઈને 1000 રુપિયા સુધીની રાખડીઓ ઉપલબ્ધ છે
રાખડી બાંધવાનો સમય શનિવારે સવારે 07:40 કલાકથી લઈને સાંજે 05:30 કલાક સુધી યોગ્ય રહેશે