અમદાવાદનાં ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને આશરો આપનાર લલ્લા બિહારીની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મળેલ બાતમીનાં આધારે લલ્લા બિહારીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. 

ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ પકડી પાડ્યો હતો. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીને રાજસ્થાનનાં બાંસવાડામાંથી ઝડપી પાડ્યો હતો. 

ચંડોળા તળાવ કેસમાં મુખ્ય આરોપી લલ્લા બિહારીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. 

બે દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીનાં દીકરાની ધરપકડ કરી તેનો કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

છેલ્લા કેટલાય વર્ષોથી લલ્લા બિહારી ચંડોળા તળાવમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવતો હતો.

લલ્લા બિહારીને લઈ મોટો ખુલાસો થવા પામ્યો છે. લલ્લા બિહારીને 4 પત્નિ અને 9 બાળકો હોવાનો ખુલાસો થયો છે.

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home