અમદાવાદ શહેર-જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે.
મોટાભાગનાં વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.
વિરમગામમાં પણ મેઘરાજાની સતત ધમાકેદાર બેટિંગ જોવા મળી છે.
વરસાદે નગરપાલિકાની પોલ ખોલી છે. મોટા પરકોટા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે.
વોર્ડ 7 નાં ભાજપ કાઉન્સિલર સહિત અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.
વિરમગામના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને પરેશાની વેઠવી પડી છે.
વિરમગામ બસ ડેપોમાં પણ વરસાદી પાણી ભરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા
મુસાફરો પાણીમાં થઈને બસમાં બેસવા માટે મજબૂર બન્યા હતા.
સરકારી હોસ્પિટલમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હેરાનગતિ થઈ હતી.
વિરમગામ તંત્રનાં પાપે પ્રજા પરેશાન છે. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.