અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે.
દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોસ્પિટલ પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરી સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી.
આ દુર્ઘટના સમયે પૂર્વ CM વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા. પ્લેન અંદરની તેમની તસવીર સામે આવી છે.
એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ બાદ બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું.
This browser does not support the video element.
બિલ્ડિંગમાં પ્લેન ઘુસી આવતા ભયંકર વિસ્ફોટ થયો હતો, અને ધુમાડાના ગોટેગોટા ઊડ્યા હતા.
બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગને પણ ભારે નુકસાન થયું. હાલ, પણ ત્યાં રાહત કામગીરી ચાલી રહી છે.
આ દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજની મેસમાં 60 થી 80 વિધાર્થીઓ જમતા હોવાની માહિતી સામે આવી છે.