અમદાવાદમાં ગઈકાલે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેને સમગ્ર દેશને હચમચાવી દીધો છે.
એરઈન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થતાં 242 થી વધુ લોકોનાં મોત થયા હતા.
This browser does not support the video element.
વિમાન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે અથડાતા મોટો ધડાકો થયો હતો.
વિમાન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું. દુર્ઘટનામાં ઇમારતને ભારે નુકસાન થયું છે.
આ ગોઝારી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
હાલ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્થાનિક તંત્ર, પોલીસ, NDRF, CRPF સહિતની ટીમો ખડેપગે છે.
બીજી તરફ સિવિલ હોસ્પિટલનાં તબીબો, નર્સિગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ સતત ફરજ પર છે.
હોસ્પિટલમાં અમદાવાદ પોલીસ દ્વારા પણ મૃતકોનાં સ્વજનોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
જેસીબી થકી દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે.
આ દુર્ઘટનામાં મોટો ચમત્કાર પણ જોવા મળ્યો! મુસાફરો, વસ્તુઓ ખાખ થયા પરંતુ, શ્રીમદ ભગવદગીતા સહી-સલામત મળી.
This browser does not support the video element.
દુર્ઘટના બાદનો શ્રીમદ ભગવદ ગીતાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.