જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન
અમદાવાદના સરસપુર સ્થિત રણછોડરાયજી મંદિર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે.
રથયાત્રા જ્યારે સરસપુર પહોંચે છે ત્યારે સ્થાનિક ભક્તો દ્વારા ભગવાનનું ખૂબ જ ઉમળકાભેર અને ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.
રણછોડરાયજી મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની આરતી કરવાનો લહાવો લેવા હજારો ભક્તો ઉમટી પડે છે.
આખા સરસપુર આજે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળે છે.