અમદાવાદમાં વડોદરાનાં રક્ષિત ચૌરસિયા કાંડ જેવી ગંભીર અકસ્માતની ઘટના બની છે.
વાસણાથી જુહાપુરા સુધીનાં રોડ પર કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા છે.
જુહાપુરા અલ અકસા મસ્જિદ પાસે અકસ્માત સર્જાતા લોકોનું ટોળું ભેગું થયું હતું.
અકસ્માતની ઘટના બાદ ઉશ્કેરાયેલું ટોળું હિંસક બન્યું અને કારચાલકને ઢોર માર માર્યો.
ગડદાપાટુના મારના કારણે કારચાલક કૌશિક ચૌહાણનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે.
કારચાલકે નશો કર્યો હોવાનો સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે.
ટ્રાફિક PI, વેજલપુર સેકન્ડ PI, ક્રાઈમ બ્રાંચ, સ્થાનિક ACP સ્થળ પર પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે.