માર્કેટિંગ માટે પાકિસ્તાની બ્રાન્ડની નબળી સ્ટ્રેટેજી!
પાકિસ્તાની બ્રાન્ડે આલિયા ભટ્ટના એડિટ કરેલા ફોટાનો ઉપયોગ જાહેરાત માટે કર્યો
અભિનેત્રીના અસલી ચહેરાને AI ટેકનોલોજીથી પાકિસ્તાની સૂટ પહેરેલી યુવતી પર લગાવવામાં આવ્યો
સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થતા વિવાદ ઊભો થયો છે
કંપનીએ કેપ્શનમાં લખ્યું છે - આલિયા ભટ્ટને પણ અમારું પ્યોર શીશા સિલ્ક કલેક્શન ગમ્યું.
આલિયાના ફેન્સે સેલિબ્રિટીની પ્રાઈવસી અને પર્સનાલિટી રાઈટ્સના ઉલ્લંઘન પર રોષ વ્યક્ત કર્યો
ગંભીર બાબત એ છે કે બ્રાન્ડે પરવાનગી વગર આલિયાની ઓળખનો વ્યવસાયિક લાભ લીધો છે
આ ઘટના બાદ ઈન્ટરનેટ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ખોટા ઉપયોગ અંગે ચર્ચા છેડાઈ છે
નિષ્ણાતોના મતે આવા ફેક ફોટા વાપરવા બદલ બ્રાન્ડ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે
લોકોએ આ પ્રકારની માર્કેટિંગ સ્ટ્રેટેજીને અત્યંત શરમજનક અને અનૈતિક ગણાવી છે