અમરેલીનાં બાબરામાં 'રક્ષક' જ 'ભક્ષક' બન્યો હોય તેવી ચોંકાવનારી ઘટના બની છે.
બાબરાનાં એક પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ થયો છે.
છેલ્લા 4 માસથી પોલીસકર્મી સગીરાને અડપલાં કરતો, તેણીની માતાને પણ હેરાન કરતો હોવાનાં આક્ષેપ થયો છે.
પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ સગીરાની માતાને હેરાન કરવાની ધમકી આપતો, સ્નેપચેટમાં વાતો કરતો હતો.
આરોપ મુજબ, પોલીસકર્મીએ સગીરાનું અપહરણ કરી તેણીની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યું હતું.
આ મામલે સગીરાનાં પિતાએ ફરિયાદ કરતા પોલીસે અપહરણ, પોક્સો, દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે.
બાબરા પોલીસે ખાખીને કલંકિત કરનારા ફરાર પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણની શોધખોળ આદરી છે.