અમરેલીના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં મેઘરાજાના ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ.

ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જાફરાબાદના ધારાબંદર વિસ્તારમાં પહોંચી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડી જમવાની વ્યવસ્થા કરી.

ખાંભા અને રાજુલામાં 9 ઈંચ જેટલો મુશળધાર વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા.

ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોના રહીશોને નદી-નાળાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી.

રાજુલા-સાવરકુંડલા હાઈવે પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર બંધ થતા મુસાફરોને ભારે હાલાકી.

ધાતરવડી-2 ડેમના 20 દરવાજા ખોલી 52,220 ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા.

પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેકટર દ્વારા NDRFની ટીમ બોલાવવામાં આવી છે અને તંત્ર સતર્ક છે.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home