53,005 આંગણવાડીમાં યોજાયો ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ, જાણો વિગત

આ બે દિવસીય કાર્યક્રમમાં 19.70 લાખથી વધુ બાળકો અને 17.59 લાખથી વધુ વાલીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને નવો રેકોર્ડ બનાવ્યો.

પ્રથમ દિવસે 3 થી 6 વર્ષના બાળકો માટે પ્રવૃત્તિઓ યોજાઈ, જ્યારે બીજા દિવસે નવા પ્રવેશપાત્ર 2 થી 3 વર્ષના બાળકો અને વાલીઓને માર્ગદર્શન અપાયું.


આંગણવાડી કેન્દ્રોમાં કાગળના માસ્ક, ફોટો ફ્રેમ અને વિવિધ હસ્તકળાની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની સર્જનાત્મકતાને એક નવું મંચ મળ્યું.

મહિલા અને બાળ વિકાસ વિભાગનો આ સરાહનીય પ્રયાસ આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના મહત્વને વાલીઓ સુધી પહોંચાડવામાં સફળ રહ્યો.

૪. બિકિનીમાં સદફ શંકરનો કાતિલ અંદાજ, ફેન્સને બનાવી દીધા દીવાના!

દુનિયામાં 'ઈન્દ્રધનુષની રાજધાની' કયું શહેર છે? જાણો રસપ્રદ તથ્યો!

Salangpur Hanumanji temple: પુરુષોત્તમ માસ નિમિત્તે દાદાનો દિવ્ય શણગાર અને વિશેષ પૂજન

Gujaratfirst.com Home