ભાજપે વડોદરાની પોર બેઠક પરથી યુવા ચહેરા અંકિતા પરમારને ટિકિટ આપી છે.
32 વર્ષીય અંકિતા પરમાર માત્ર નેતા નથી, પરંતુ 1 મિલિયનથી વધુ ફોલોવર્સ ધરાવતા સોશિયલ મીડિયા સ્ટાર પણ છે.
તેમણે વડોદરાની MSU માંથી B.Com અને ત્યારબાદ કાયદાનો અભ્યાસ (LL.B) પૂર્ણ કર્યો છે.
રાજકારણમાં આવતા પહેલા અંકિતાબેન એક પ્રોફેશનલ જીમ ટ્રેનર તરીકે જાણીતા હતા. ફિટનેસ તેમનો પેશન છે.
તેઓ અગાઉ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે અને વહીવટી કુશળતા ધરાવે છે.
હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા (BJYM) ના ઉપપ્રમુખ તરીકે સંગઠનની જવાબદારી સંભાળી રહ્યા છે.
ટિકિટ મળતા અંકિતાબેને જણાવ્યું કે, પક્ષે એક સામાન્ય કાર્યકર પર મૂકેલા વિશ્વાસને તેઓ સાર્થક કરી બતાવશે.