અરવલ્લીનાં બાયડમાં 'હિટ એન્ડ રન' ની હચમચાવે એવી ઘટના બની છે.
બાયડ તાલુકાનાં છાપડિયા ગામ પાસે આ 'હિટ એન્ડ રન' ની ઘટના બની છે.
પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે એક બાઇકને જોરદાર ચક્કર મારી હતી.
અકસ્માતમાં બાઇક સવાર સહિત 3 લોકોનાં ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
વાહનની ટક્કર એટલી ભયાવહ હતી કે મૃતક યુવકનો એક પગ જ શરીરથી અલગ થઈ ગયો હતો.
ત્રણેય મૃતક અમરગઢનાં હોવાની પોલીસ તપાસમાં પ્રાથમિક વિગતો મળી છે.
સ્થાનિક પોલીસે મૃતદેહોને PM અર્થે મોકલીને ફરાર વાહનચાલકની શોધખોળ આદરી છે.