કોથમીરની તાજી ચટણી વિટામિન C, K, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે.
જો તમને ગેસ, અપચો કે એસિડિટીની સમસ્યા હોય, તો કોથમીરની ચટણી રામબાણ ઈલાજ છે. તે પાચન ઉત્સેચકોને સક્રિય કરી ખોરાક પચાવવામાં મદદ કરે છે.
કોથમીરમાં રહેલું વિટામિન C તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી તમે શરદી, ઉધરસ અને અન્ય વાયરલ ઈન્ફેક્શનથી સુરક્ષિત રહી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓ માટે કોથમીરની ચટણી વરદાન સમાન છે. તે લોહીમાં ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત રાખવામાં અને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.
કોથમીરમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ સહાયક છે.
વિટામિન A અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી, આ ચટણી આંખોનું તેજ વધારે છે અને ત્વચાને કુદરતી રીતે ચમકદાર અને ડાઘ-રહિત રાખે છે.
કોથમીરની ચટણીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે અને તે મેટાબોલિઝમ સુધારે છે, જે વજન ઉતારવા માંગતા લોકો માટે એક ઉત્તમ ડાયટ ઓપ્શન છે.