ખાલી કેનથી લઈને ઈંડાની ટ્રે સુધી,પેકેજિંગ ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરો
બબલ રેપ
તેને રેફ્રિજરેટરના ક્રિસ્પર ડ્રોઅરમાં મૂકો, તે ફળો અથવા શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખે છે
ઇંડા ટ્રે
તેનો ઉપયોગ બીજ ટ્રે તરીકે કરી શકો છો. એકવાર બીજ અંકુરિત થયા પછી કુંડામાં ટ્રાન્સફર કરી દો.
ખાલી કાચની બરણી
તેનો ઉપયોગ અન્ય વસ્તુઓ ભરવા માટે કરી શકો છો. જેમકે, જામ, જેલી, અથાણા, ચટણી વગેરે..
પ્લાસ્ટિક-ધાતુના ડબ્બા
નાના કન્ટેનરમાં સોય અને દોરા, ખોવાયેલા બટનો, હુક્સ, નાની દોરીઓ, ઇલાસ્ટિક વગેરે જેવી વસ્તુઓ અલગથી રાખી શકો છો.
ફાટેલા કાગળ
ઓનલાઈન ક્રાફ્ટ વીડિયો જોઈ શકો છો ,અને તમારા બાળકો સાથે કંઈક સર્જનાત્મક બનાવી શકો છો.