BB19 માં સલમાન ખાનની કમાણી ઘટી ગઈ!
Bigg Boss 19 માં સલમાનની ફી કેટલી? તેમની ફી બની ચર્ચાનો વિષય, BB19 આવી રહ્યું છે
સલમાન ખાનને Bigg Boss શો નો જીવ માનવામાં આવે છે, ત્યારે આ સીઝનની શરૂઆત પહેલા તેણે શો માટે કેટલી ફી લીધી છે તે જાહેર કરવામાં આવ્યું છે.
દર વર્ષે Salman નો શોમાં મોટી ફી સાથે લાવવામાં આવે છે. ત્યારે અભિનેતાએ આ વખતે કેટલી ફી લીધી છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે.
એક અહેવાલ મુજબ, સલમાન ખાન આ સિઝનમાં ફક્ત 15 અઠવાડિયા માટે બિગ બોસ 19 ને હોસ્ટ કરવા માટે સંમત થયા છે.
આ વખતે તે દર સપ્તાહના અંતે લગભગ 10 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે, જેનાથી તેની કુલ કમાણી લગભગ 150 કરોડ રૂપિયા થશે.
આ વખતેઅભિનેતાને ચૂકવવામાં આવેલી રકમ સીઝન 18ના 250 કરોડ અને સીઝન 17ના 200 કરોડ રૂપિયાથી ઓછી છે.
આ વખતે સલમાન ખાન માત્ર 15 અઠવાડિયા સુધી જ હોસ્ટિંગ કરશે. ત્યારબાદ તેઓ આ જવાબદારીમાંથી અલગ થઈ જશે. શોના નિર્માતાઓ પહેલેથી જ વિકલ્પોની શોધમાં છે.
બાકીના એપિસોડ માટે ફરાહ ખાન અથવા કરણ જોહરને હોસ્ટ તરીકે લાવવામાં આવી શકે છે. આ બદલાવથી શોમાં નવી તાજગી આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વખતે Bigg Boss 19 શોમાં લોકશાહી અને સરકારની પ્રણાલી પર આધારિત માહોલ જોવા મળશે, જેમાં ઘરના સભ્યો સરકાર અને પ્રજાના પાત્રમાં જોવા મળશે.