27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપ જીત્યું છે 

આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી! 

કેજરીવાલ તેમની નવી દિલ્હી બેઠક પરથી હારી ગયા છે, ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ તેમને હરાવ્યા છે

વર્ષ 2020માં દિલ્હીની 6 વિધાનસભા બેઠકો પર હિંસા ભડકી હતી, તે વિસ્તારોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી હતી

મુસ્તફાબાદ, સીલમપુર , ગોકુલપૂરી, બાબરપુર, ઘોંડા અને કરાવલનગર બેઠક પર 2020માં હિંસા ભડકી હતી, અત્યારે જોઈએ તે બેઠકો પર કોણ જીત્યું છે

મુસ્તફાબાદમાં સૌથી વધુ 69 ટકા મતદાન થયું હતું. આ સીટ પર બીજેપીના મોહનસિંહ બિષ્ટ જીત્યા છે, તેમણે AAPના આદિલ અહેમદ ખાનને 17578 મતોના માર્જિનથી હરાવ્યા છે 

ઘોંડામાં 61.03 ટકા મતદાન થયું હતું. બીજેપીના અજય મહાવર અહીંથી જીત્યા છે. તેમણે AAPના ગૌરવ શર્માને 26058 મતોથી હરાવ્યા છે 

કરાવલનગર સીટ પર 64.44 ટકા મતદાન થયું હતું. અહીં ભાજપના કપિલ મિશ્રાની જીત થઈ છે. તેમણે AAPના મનોજ કુમાર ત્યાગીને 23355 મતોથી હરાવ્યા છે 

ગોકુલપુરીમાં 68.3 ટકા મતદાન થયું હતું. AAPના સુરેન્દ્ર કુમાર અહીંથી જીત્યા છે

બાબરપુરમાં 66 ટકા મતદાન થયું હતું અને અહીંથી AAPના ગોપાલ રાયનો વિજય થયો હતો, તેમણે ભાજપના અનિલ કુમાર બિષ્ટને કુલ 18994 મતોથી હરાવ્યા છે 

સીલમપુર સીટ પર કુલ 68.70 ટકા મતદાન થયું હતું અને AAPના ચૌધરી ઝુબેર અહેમદ અહીંથી જીત્યા છે, તેમણે બીજેપીના અનિલ કુમાર શર્માને હરાવ્યા છે

Shanaya Kapoor : શનાયા કપૂરે મિની આઉટફિટમાં ધૂમ મચાવી

Neha Kakkar ના પતિએ તેના સમર્થનમાં હાથ જોડીને કહ્યું- જો તમને સત્ય ખબર નથી...

Free Fire Max Redeem Codes: તમને મફતમાં રિવોર્ડસ મળશે, આ છે સરળ રીત

Gujaratfirst.com Home