અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ, મોકડ્રીલ પણ કરવામાં આવી
પહલગામ આતંકી હુમલા બાદ દેશમાં તણાવભરી સ્થિતિ સર્જાવા પામી હતી. આજે સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રીક્ટમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
એએમસી દ્વારા સ્ટ્રીટ લાઈટ બંધ કરી દેતા રસ્તા પર બ્લેક આઉટ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.
ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓએ કર્યું બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. વસ્ત્રાલ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા. સેનાની કામગીરીને બેનરો-સૂત્રોચ્ચાર સાથે બિરદાવી
અમદાવાદ મનપા ખાતે પણ સાયરન વગાડવામાં આવી હતી. અલર્ટ અને ઓલ ક્લિયર એમ બે રીતે ની વગાડવામાં આવી હતી. મનપા ખાતે મોકડ્રિલનું પણ આયોજન કરાયુ
અમદાવાદના પેલેડીયમ મોલ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર, સ્થાનિક પોલીસ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળી મોકડ્રીલ કર્યું હતું.
કટોકટીની સ્થિતિ પહોંચી વળવા તૈયારીઓની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ મોલની અંદર લોકોને બચાવવા અને બહાર કાઢવા માટે કામગીરી કરાઈ હતી.