ગાંધીનગરમાં નભોઈ કેનાલમાં કાર પડી જતાં ત્રણનાં મોત નીપજ્યા છે.
યુવતી સહિત 3 ના મોત થયા. ફાયર બ્રિગેડે મૃતદેહો-કારને કેનાલમાંથી બહાર કાઢ્યા.
મૃતકોની ઓળખ ખુશી રાવલ, વેદ રાવલ, હર્ષ બારોટ તરીકે થઈ છે.
મૃતક ખુશી રાવલ અને વેદ રાવલ બંને ભાઈ-બહેન હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે મૃતક હર્ષ બારોટ એ મૃતક વેદ રાવલનો મિત્ર હોવાની માહિતી છે.
ખુશી રાવલને મહેંદી મૂકવા માટે ત્રણેય ઘરેથી નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ખુશી રાવલ અને વેદ રાવલ અમદાવાદનાં હીરાવાડી વિસ્તારમાં રહેતા હતા.
જ્યારે મૃતક હર્ષ બારોટ અમદાવાદનાં નિકોલ વિસ્તારનો રહેવાસી હતો.
ત્રણેય મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢી પીએમ અર્થે મોકલાયા છે.
કાર કઈ રીતે કેનાલમાં ખાબકી તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.