છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ દર વર્ષે 19 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે
છત્રપતિ શિવાજી મહારાજ અનેક યુદ્ધો લડ્યા અને જીત્યા અને તેમની આ સંઘર્ષમાં તેમના ઘોડાઓનો પણ ઘણોફાળો હતો, જેમના નામ ખૂબ જ ખાસ હતા
શિવાજીના ઘોડાઓ વિશે કેટલાક ઈતિહાસકારો માને છે કે તેમના ઘોડાનું નામ 'વિશ્વાસ' હતું
શિવાજીએ જે ઘોડાઓ રાખ્યા હતા તેમાં ડેક્કની ઘોડાઓનો સમાવેશ થતો હતો, જેનો ઉપયોગ યુદ્ધમાં થતો હતો અને તે તેની ઝડપ માટે જાણીતા હતા
કેટલાક ઈતિહાસકારો કહે છે કે તેમના ઘોડાનું નામ 'કૃષ્ણ' હતું, તો કેટલાક અંદાજો લગાવે છે તેમની પાસે ઘોડાઓની ખૂબ વિશાળ સંખ્યા હતી
શિવાજીએ યુદ્ધમાં ભીમથડી ઘોડાનો પણ ઉપયોગ કર્યો, જેની મદદથી તેણે અનેક યુદ્ધો લડ્યા અને જીત્યા
છત્રપતિ શિવાજી મહારાજ પાસે અન્ય ઘણા ઘોડા હતા, જેમાંથી કેટલાકના નામ હતા મોતી, રણવીર, તુરંગી, ગજરા અને ઇન્દ્રાયણી