ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય CMO ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
CMO સહિત મહત્વની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો
બોમ્બની ધમકી ભર્યા ઈમેલ મુદ્દે સેક્ટર-7ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
પોલીસ અને બોમ્બ સ્કવોડ દ્વારા યુદ્ધના ધોરણે તપાસ શરુ કરાઈ
અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ મંદિર બાદ ગાંધીનગર CMO માં વિસ્ફોટ થશે તેવો ઈમેલ મળ્યો
ગતરોજ દિલ્હી અને બેંગલુરુની કુલ 80થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવાની મળી હતી ધમકી
દિલ્હીમાં સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યા બાદ રાજકારણ ગરમાયું હતું
AAP નેતા આતિશીએ ભાજપ શાસન પર સુરક્ષા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા