પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.
'ઓપરેશન સિંદુર' હેઠળ ભારતે પાક.માં 9 આતંકી ઠેકાણાઓ પર ટાર્ગેટેડ એરસ્ટ્રાઇક કરી છે.
સરજાલ/તેહરા કલા- આ જૈશ-એ-મોહમ્મદનું લોન્ચિંગ પેડ છે. આનો ઉપયોગ ટનલ, ડ્રોન, હથિયારો-ડ્રગ્સ માટે થાય છે.
મરકઝ અબ્બાસ, કોટલી- અહીં જૈશ-એ-મોહમ્મદનાં આતંકવાદીઓ રહે છે. તેની દેખરેખ આંતકી હાફિઝ અબ્દુલ શકુર કરે છે.
આ મરકઝ તૈયબા, મુરીદકે- લશ્કર-એ-તૈયબાનું મુખ્ય તાલીમ કેન્દ્ર છે. અહીં આતંકીઓને હથિયારોની તાલીમ અપાય છે.
મસ્કર રાહીલ શાહિદ, કોટલી- આ સેન્ટરમાં 150-200 આતંકી રહે છે. અહીં શસ્ત્ર, સ્નાઈપિંગ, પહાડી વિસ્તારોમાં ટકી રહેવા ટ્રેનિંગ અપાય છે.
મહમૂના ઝોયા સેન્ટર, સિયાલકોટમાં સ્થિત આ કેન્દ્રનો ઉપયોગ હિઝબુલ મુજાહિદ્દીન J&K માં ઘૂસણખોરી માટે કરે છે.
પુલવામા હુમલામાં ભૂમિકા ભજવનાર મરકઝ સુભાન અલ્લાહ, બહાવલપુર, જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય તાલીમ કેન્દ્ર છે.
શવાઈ નાલા કેમ્પ, મુઝફ્ફરાબાદ- આ લશ્કર કેમ્પ વર્ષ 2000 થી સક્રિય છે. 26/11ના હુમલાખોરોએ અહીં તાલીમ લીધી હતી.
મરકઝ અહલે હદીસ, બર્નાલા- આ લશ્કર સેન્ટરનો ઉપયોગ પૂંછ-રાજૌરી-રિયાસીમાં આતંકી અને હથિયારોની ઘૂસણખોરી માટે થાય છે.
મરકઝ સૈયદના બિલાલ- આ PoJK માં JeM નું મુખ્ય કેન્દ્ર છે. આતંકવાદીઓ J&K માં ઘૂસણખોરી કરતા પહેલા અહીં રોકાય છે.